શ્રીયમુનાજીની આરતી – જય જય શ્રીયમુના મા, જય જય શ્રીયમુના

શ્રીયમુનાજીની આરતી

yamunaji-arti-nitya-niyam
yamunaji-arti-nitya-niyam

 

જય જય શ્રીયમુના મા, જય જય શ્રીયમુના,
જોતા જન્મ સુધાર્યો (૨), ધન્ય ધન્ય શ્રીયમુના… જય જય…. -૧

શામલડી સુરત મા (૨), મૂરત માધુરી,
પ્રેમ સહીત પટરાણી, પરાક્રમે પૂરાં… જય જય…. -૨

ગહેવર વન ચાલ્યા મા (૨), ગંભીરે ઘેર્યા,
ચૂંદડીએ ચટકાળા, પહેર્યા ને લહેર્યા… જય જય…. -૩

ભુજ કંકણ રૂડા મા (૨), ગુજરીયા ચૂડી,
બાજુબંધ ને બેરખા, પહોંચી રત્નજડી… જય જય…. -૪

ઝાંઝરને ઝમકે મા (૨), વિછીયાને ઠમકે,
નેપૂરને નાદે મા, ઘુઘરીને ઘમકે… જય જય…. -૫

સોળે શણગાર સજ્યા મા (૨), નકવેસર મોતી,
આભરણમાં ઓપો છો, દર્પણ મુખ જોતા… જય જય…. -૬

તટ અંતર રૂડાં મા (૨), શોભિત જળ ભરિયા,
મનવાંછિત મુરલીધર, સુંદર વર વરિયા… જય જય…. -૭

લાલ કમળ લપટ્યા મા(૨), જોવાને ગ્યાતા,
કહે “માધવ” પરિક્રમા, વ્રજની કરવાને ગ્યાતા… જય જય…. -૮

 

nitya-niyam-get-it-on-google-play1
nitya-niyam google-play Download now