સહજાનંદી સભા – Sahjanandi Sabha

સહજાનંદી સભા

|| શ્રી સ્વામિનારાયણાય નમઃ ||

પ્રાર્થના

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ! પર બ્રહમ જ્ય સર્વોપરી,
સુખકંદ સહજાનંદજીક્મનીય મૂરતિ માધુરી…
છો વિમલ અમૃતધામવાસી, સૌખ્ય શશી શ્રી હરિ
હે ભકતજન પ્રતિપાળ, રાખો શરણમાં કરૂણા કરી

હે અખિલ વિશ્વાધાર, તનુ સાકાર તેજોમય મહા,
અગણિત બ્રહમાંડો ઉડે તવ ધામ અક્ષરમાં અહા…
છે સકળ વિભૂતિ દિવ્ય, શકિત આપમાંથી ઉતરી
હે ભકતજન પ્રતિપાળ રાખો શરણમાં કરૂણા કરી

અવતાર લઇ અવનિ વિષે, સદ્ધમૅની ગ્લાની સમે,
નિજ ભકત કારણ રૂપ બહુ, બહુ ધારીને વિચરો તમે…
ઉત્તથાપી મૂળ અધર્મના સદ્ધર્મ સ્થાપો છો ફરી
હે ભકતજન પ્રતિપાળ, રાખો શરણમાં કરૂણા કરી

આ સમયમાં સામર્થ્યરૂપ, ગુણ પ્રગટ કર્યા પ્રમુ,
ભવમાં ભટકતાં જીવનું અજ્ઞાનધન હરવા વિભુ…
સદ્ધમે ભક્તિ જ્ઞાનને વૈરાગ્યની વૃષ્ટિ કરી
હૈ ભકતજન પ્રતિપાળ, રાખો શરણમાં કરૂણા કરી

|| જ્ય શ્રીસ્વામિનારાયણ ||